ગોતું તને કેમ અને ક્યાં રે પ્રભુ, રહ્યો એમાં હું તો મૂંઝાતો
કોઈ કહે તું ના દેખાતો, કોઈ કહે તને જોયો, રહ્યો એમાં હું તો મૂંઝાતો
કોઈ કહે છે તું સાકાર, કોઈ કહે નિરાકાર, આકાર તારો ના સમજાયો
કોઈ કહે છે તુજમાં, કોઈ કહે બધે વ્યાપ્યો, સમજાયું નહિ ક્યાં તું છુપાયો
કોઈ કહે તું ન આવે, કોઈ કહે તું ન જાય, સમજ ના પડે, કેમ તું પ્રગટ્યો
કોઈ કહે તને અંતર્યામી, કોઈ કહે તને ઉપરવાળો, હૈયે રહ્યો એમાં હું મૂંઝાતો
કોઈ કહે જુએ બધું, આંખ તારી ગોતું, અણસાર જોયે, એનો ના આવ્યો
કોઈ કહે, કહે તું તો બધું, કાન મારા માંડું, શબ્દ તારો તોય ના સંભળાયો
કોઈ કહે, જ્ઞાનપુંજ છે તું, અજ્ઞાની હું તો તારો, રહ્યો હું તો મૂંઝાતો ને મૂંઝાતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)