જીવનના રે જોગી, આતમતેજના રે યોગી
તારા રે જીવન પથ પર તું, મક્કમતાથી તું આગળ વધતો જા
ડગલેને પગલે પથ પર તું તારા, તારી સાધનાનું તેજ તું પાથરતો જા
તારા હૈયાંના હેતથી, વેરના ડંખ, તારા હૈયાંના ને અન્યના તું હરતો જા
આચરણથી કે વિચારથી પણ, અહિત અન્યનું કરવાથી દૂર રહેતો જા
તારા હૈયાંના પ્રેમના સાગરમાં જીવનમાં, સહુને તું એમાં નવરાવતો જા
ક્રોધને ઇર્ષ્યા, કરશે કોશિશો ચલિત કરવા, પથ તારો એમાં તું ચૂક્તો ના
તારા મારગનું સત્ય છે તેં સ્વીકાર્યું, એ પથ પર તું આગળ વધતો જા
લોભ લાલચ આદરશે મસ્તી એની, એની મસ્તીનો ભોગ તું બનતો ના
મન પર કરી સવારી, પડશે કાપવો પથ તો તારે, લગામ એની તું છોડતો ના
દુઃખ દર્દને દેજે ના મહત્ત્વ, રોકશે પગ એ તારા, આ કદી તું ભૂલતો ના
પાપને પુણ્ય છે બંને બંધન તારા, મનથી એમાં તું બંધાતો ના
વિશ્વાસના વારિ તું પીજે ને પાજે, એના વિના તને ચાલશે ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)