Hymn No. 3182 | Date: 04-May-1991
|
|
Text Size |
 |
 |
રચી તેં સૃષ્ટિ, રચી કુદરત, રચ્યો તેં માનવ, પ્રભુ છે એના પર તારો અધિકાર
Rachi Te Shrusti, Rachi Kudarat, Rachyo Te Manav, Prabhu Che Ena Par Taaro Adhikaar
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1991-05-04
1991-05-04
1991-05-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14171
રચી તેં સૃષ્ટિ, રચી કુદરત, રચ્યો તેં માનવ, પ્રભુ છે એના પર તારો અધિકાર
રચી તેં સૃષ્ટિ, રચી કુદરત, રચ્યો તેં માનવ, પ્રભુ છે એના પર તારો અધિકાર સ્વીકારીએ ના સ્વીકારીએ, કરવો પડશે તોયે સહુએ એનો તો સ્વીકાર થાય ધાર્યું અણધાર્યું તમારું રે પ્રભુ, આવવા ના દે તોયે અણસાર રચી માયા રહ્યો સહુને લલચાવતો, છે માયા તારી તો લલચાવનાર થાય ના ઘટાડો કે વધારો તુજમાં, છો તમે તો પૂર્ણતાનો આધાર નિયમો ચાલે જગમાં તારા, રાખે નિયમમાં, છે તું જગનો પાલનહાર ના દેખાય, નથી તોયે અજાણ્યો, છે તું તો જગમાં બધું જાણનાર છે જ્ઞાન, અજ્ઞાન, પાસાં તો તારાં, નથી તારી પાસે તો અંધકાર અધિકાર કાજે જગમાં સહુ લડે છે, છે તોયે તું તો ચૂપ રહેનાર તું બોલાવે ને જે આવે તારી પાસે, એને હૈયે લગાવે, છે તું હૈયે ચાંપનાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
raachi te srishti, raachi kudarata, rachyo te manava, prabhu che ena paar taaro adhikara
svikarie na svikarie, karvo padashe toye sahue eno to svikara
thaay dharyu anadharyum tamarum re prabhu, avava na de toye mayacha
mayhe rato cha rato cha yo tye lalachavanara
thaay na ghatado ke vadharo tujamam, chho tame to purnatano aadhaar
niyamo chale jag maa tara, rakhe niyamamam, che tu jagano palanahara
na dekhaya, nathi toye ajanyo, che tu to jag maa
janase, pathi to jag maa badhu jananara to andhakaar adhikara
kaaje jag maa sahu lade chhe, che toye tu to chupa rahenara
tu bolaave ne je aave taari pase, ene haiye lagave, che tu haiye champanara
|