રહ્યો છે તું તો તું, ને હું તો હું રે પ્રભુ, હજી એક તો થયા નથી
જઈ-જઈ, જઈશ ક્યાં તું રે પ્રભુ, મારા વિના તને ચાલવાનું નથી
મારા વિના, તું રહી શકવાનો નથી
રહ્યો છે ભલે તું સહુમાં, રહ્યો છે તું મુજમાં, સ્વીકાર મારો હજી થયો નથી
ભટકી-ભટકી, ભટકીશ, જ્યાં-જ્યાં હું તો, ત્યાં હાજર રહ્યા વિના તું રહેવાનો નથી
નજર બહાર તારી, નથી કાંઈ જગમાં, મને નજર બહાર તું રાખવાનો નથી
છે જ્યાં તું તો કાલાતીત, સમયની ગણતરી ત્યાં ચાલવાની નથી
ના જ્ઞાનથી પહોંચી શકું તને, તને પામ્યા પછી, જ્ઞાનની જરૂર તો નથી
છે મસ્ત તું તુજમાં, છું મસ્ત હું મુજમાં, મસ્તી હજી તો અટકી નથી
સુખદુઃખથી છે તું પર, સુખદુઃખના દ્વંદ્વની અડચણ, મને થયા વિના રહેવાની નથી
ફેરવ કાળચક્ર તારું, મટે માયાચક્ર મારું, રાહ વધુ હવે તો જોવી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)