પડે ચરણ તારાં રે પ્રભુ, કમી ના ત્યાં કાંઈ વરતાય છે
નથી તારા વિના કોઈ સ્થાન ખાલી, કમી તો ત્યાં કેમ દેખાય છે
વહે પ્રેમની તારી સતત તો ધારા, તારા પ્રેમમાં તો સહુ નહાય છે
તોય જગમાં કંઈકનાં હૈયામાં, વેરની જ્વાળા કેમ પ્રગટી જાય છે
છે તું તો પૂર્ણ, પ્રગટ્યા તારામાંથી સર્વે, અપૂર્ણ એ કેમ રહી જાય છે
જાણવી એને તારી મરજી, કે લીલા તારી એ તો કહેવાય છે
છે આનંદસ્વરૂપ તારું, સહુને હૈયે તોય ઉદ્વેગ કેમ પ્રગટી જાય છે
છે સર્વ લીલા તો તારી, સર્વ સ્વરૂપ ભી લીલા તારી ગણાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)