સંજોગો તો શીખવે સહુને તો જગમાં, જો તું શીખીશ નહિ
કાં તો તું સમજ્યો નથી, કાં તારે તો શીખવું નથી
સાથ દેનાર તો જીવનમાં મળે, સાથ તને જો મળ્યો નહિ
કાં અભિમાન તને તારું તો નડ્યું, કાં સાથ તારે તો લેવો નથી
યાદ જીવનમાં તો આવતી રહે, યાદ તને તો આવી નહિ
કાં યાદ તારી ભૂંસાઈ ગઈ, કાં યાદ તારે તો કરવી નથી
સમજે છે યત્નોથી તો મળે જગમાં, હજી તું પૂરું પામ્યો નથી
કાં ચડી છે આળસ તો તને, કાં યત્નો તારે તો કરવા નથી
પ્રભુદર્શનની ચાહના રહે તો હૈયે, દર્શન તો હજી થયાં નથી
કાં રાહ હશે તારી તો ખોટી, કાં તૈયારી એની તો કરી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)