નથી તનની બેદરકારી તો ખપતી, નથી તનની ખોટી માવજત પણ જોઈતી
તન-મનના તો સાથ વિના, બીજા સાથની તો જરૂર હોતી નથી
અપેક્ષાઓ તો જાગે જીવનમાં ઘણી, ધન અપેક્ષા પૂરી, બધી કરી શકતું નથી
છે જરૂરિયાત સહુની પૂરી, જરૂરિયાત પૂરી નથી એ તો કરી શકતી
ત્યજ્યા વિના તો જે ના મળે, કામ ત્યાં નથી એ તો લાગી શકતી
છે પગથિયાં એ તો મંઝિલનાં, મંઝિલ નથી એ તો બની શકતી
તન, મન, ધનનો લાગ્યો જ્યાં મોહ, રુકાવટ બન્યા વિના નથી એ રહેતી
પહોંચાડે એ દ્વારે મંઝિલના, સાચી શાંતિ નથી એ તો દઈ શકતી
છે મિત્રો એના તો ઘણા, સાથે લાવ્યા વિના નથી એ રહેતી
લેશે જ્યાં સાથ સાચો તો એનો, મંઝિલે પહોંચાડ્યા વિના નથી એ રહેતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)