છોડતી નથી જ્યાં માયા, પીછો તો તારો, તું જગદંબાને શરણે જા
આશા-નિરાશાનાં ઝોલાં જીવનમાં જાગે, કદી પાડે તો કદી ચડાવે - તું...
મનડાએ તો ખૂબ નાચ નચાવ્યા, થાક્યા તોય રહ્યા એમાં નાચતા - તું...
રહેશે મળતા સપાટા તો ભાગ્યના, કદી સીધા કે કદી આકરા - તું...
જાગ્યો નથી વેરાગ્ય તો હૈયે, રહ્યો છે રાચતો તો તું સંસારે - તું...
કૂડકપટ છૂટે ના હૈયે, કરે અડચણ ઊભી એ તો ડગલે ને પગલે - તું...
મોહ-મમતા તો જીવનમાં બાંધે, તારું ના એમાં તો કાંઈ ચાલે - તું...
દગા-ફટકા જીવનમાં તો મળશે, ઉદ્વેગ ઊભા એ તો કરશે - તું...
સંતોષ ફેલાયો નથી જ્યાં હૈયે, અસંતોષની જ્વાળા ત્યાં તો ઊછળે - તું...
પ્રેમ ને ભક્તિ ભરી હૈયામાં, તું જગદંબાને શરણે જા - તું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)