સદ્દગુરુ રે વિના, પ્રભુદ્વાર કોણ બતાવે, પ્રભુ તો કોણ દેખાડે
સદ્દરાહના રાહબર, જીવનમાં, એના વિના તો કોણ બને
સંશય છેદે, રાહે-રાહે દોરે, એના વિના પ્રકાશ કોણ આપે
કંટક પથ પર ચાલતાં, એના વિના બાહુ કોણ ગ્રહે
સાચા ને ખોટા મળશે રે જીવનમાં, એના વિના કોણ સમજાવે
હર કાર્ય પર તો નજર રાખી, સાર્થકતા કાર્યની તો કોણ સમજાવે
સ્વાર્થ વિના રહે એ તો દેતા, ઉન્નતિ વિના અપેક્ષા ના રાખે
જે-જે પામ્યા, એ ના દેવું છે, એવો ભેદભાવ હૈયે ના એ તો રાખે
એના વિના બીજું કોણ, અયોગ્યને તો યોગ્ય રે બનાવે
ચડતી ને પડતીમાં રહે એ ઊભા, એના વિના ઊભું બીજું કોણ કરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)