Hymn No. 3208 | Date: 20-May-1991
|
|
Text Size |
 |
 |
રે માડી, તું તો એક અને અનોખી છે, રે તું તો એક અને અનોખી છે
Re Maadi, Tu To Ek Ane Anokhi Che,Re Tu To Ek Ane Anokhi Che
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
રે માડી, તું તો એક અને અનોખી છે, રે તું તો એક અને અનોખી છે શોધતાં મળશે ના, તારા જેવું બીજું રે માડી, તું તો એક અને અનોખી છે સદા રીતો તારી તો, ન્યારીને ન્યારી છે રે માડી, તું તો એક અને અનોખી છે તું તો સદા શક્તિશાળીને શક્તિશાળી છે રે માડી, તું તો એક અને અનોખી છે ના થાક કદી તને લાગ્યો કે લાગે છે રે માડી,તું તો એક અને અનોખી છે ખોટું ના કરતી, ના ચલાવતી, જગને ચલાવતી રહી છે રે માડી, તું તો એક અને અનોખી છે બાળતણાં હૈયાંને તુ ઝંખતી, ઝંખે બાળુડાં તને રે માડી, તું તો એક અને અનોખી છે ખાલી ના રાખ્યું તારા વિના રે કાંઈ, તોયે ના દેખાતી રે, રે માડી, તું તો એક અને અનોખી છે મૂંઝવી મૂંઝવી થકવે અમને, તોયે ગળે અમને લગાવે રે, રે માડી, તું તો એક અને અનોખી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|