Hymn No. 3211 | Date: 24-May-1991
|
|
Text Size |
 |
 |
સમજી શકું સાચી રીતે તને જીવનમાં રે પ્રભુ, તોયે ઘણું છે, તોયે ઘણું છે આચરી શકું સત્ય જીવનમાં રે પ્રભુ, તોયે ઘણું છે, તોયે ઘણું છે કરી શકું મનને સ્થિર જીવનમાં રે પ્રભુ, તોયે ઘણું છે, તોયે ઘણું છે ભાવભરી ભક્તિથી, ભજી શકું તને રે પ્રભુ, તોયે ઘણું છે, તોયે ઘણું છે તન, મન, વચનથી ત્યજી શકું હિંસા જીવનમાં રે પ્રભુ, તોયે ઘણું છે, તોયે ઘણું છે મિટાવી શકું, મારા તારાના ભેદ હૈયેથી રે પ્રભુ, તોયે ઘણું છે, તોયે ઘણું છે લઈ શકું, વૃત્તિઓને કાબૂમાં તો જીવનમાં રે પ્રભુ, તોયે ઘણું છે, તોયે ઘણું છે ત્યજી શકું, લોભ લાલસા તો જીવનમાં રે પ્રભુ, તોયે ઘણું છે, તોયે ઘણું છે ભૂલી શકું, ઇર્ષ્યા, વેરઝેર તો જીવનમાં રે પ્રભુ, તોયે ઘણું છે, તોયે ઘણું છે ત્યજી શકું મોહ માયા, આળસ જીવનમાં રે પ્રભુ, તોયે ઘણું છે, તોયે ઘણું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|