એક ચીજનાં છે અનેક પાસાં, જુદાં-જુદાં તો દેખાય
સર્વ પાસાં સમજતાં, જ્ઞાન એનું તો પૂરું મળી જાય
પ્રભુનાં ભી તો છે અનેક પાસાં, જુદાં-જુદાં તો દેખાય
એક પાસાને સાચું સમજતાં, એની પાસે તો પહોંચાય
સીડીનાં હોય અનેક પગથિયાં, ભેગાં મળી સીડી કહેવાય
એક પછી એક ચડતાં ઉપર, ઉપર તો ચડી જવાય
સૂર્યનાં છે અનેક કિરણો, નોખનોખાં એ તો દેખાય
એક કિરણ ભી એનું મળતાં, હસ્તી એની તો સમજાય
સાગરમાં તો છે અનેક બિંદુ, ભેગાં મળી સાગર કહેવાય
એક બિંદુ સાગરનું ચાખતાં, ખારાશ સાગરની સમજાય
તું ભી તો છે પ્રભુનું એક બિંદુ, ના એનાથી જુદો જરાય
છે તારામાં તો જે-જે શક્તિ, એ શક્તિ બધી એની કહેવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)