તનની આળપંપાળ ના એટલી તો સારી, મનને જાય જો એ તો બાંધી
મનની આળપંપાળ ના એટલી તો સારી, જાય જો જ્યાં ને ત્યાં તો ખેંચી
ધનની આળપંપાળ ના એટલી તો સારી, જાય જીવનમાં જો એ તો ડુબાડી
બુદ્ધિની આળપંપાળ ના એટલી તો સારી, જાય શંકા ને શંકા એ તો જગાડી
ચિત્તની આળપંપાળ ના એટલી તો સારી, જાય જો એ તો ભરમાવી ને ભરમાવી
અહંની આળપંપાળ ના એટલી તો સારી, દે જો એમાં એ તો ડુબાડી ને ડુબાડી
ભાવની આળપંપાળ ના એટલી તો સારી, જાય જો એ તો એમાં ને એમાં ખેંચી
ઇચ્છાઓની આળપંપાળ ના એટલી તો સારી, સદા રહે એ તો જાગતી ને જાગતી
નજરની આળપંપાળ ના એટલી તો સારી, જાય જ્યાં ને ત્યાં એ તો ભાગી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)