પડતો ના ઢીલો રે તું મનથી, હટતો ના તું તો ધરમથી રે
જોઈ રહી છે રાહ ફોજ તો તારી, તારાં ને તારાં કર્મોની રે
છોડશે ના એ તો તને, કરી છે ઊભી, તેં ને તેં તો એને રે
જાશે તને છોડીને એ બીજે ક્યાં, છે એ તો તારા ને તારાં કર્મોની રે
ચોંકી જા ના તું, અચરજમાં પડજે ના તું, છે એ તો તારી ને તારી રે
જોઈ રહ્યા છે રાહ એ તો તારી, તારા હાથે એના છુટકારાની રે
એક નથી એ તો, છે એ તો ફોજ તારા ને તારાં જ કર્મોની રે
છે એ તો તારા, જઈ ના શકશે બીજે, આવ્યા છે પાસે એ તો તારે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)