રહ્યો છે કરતો, જ્યાં તું તો તારું મનધાર્યું, કોઈએ તને કહ્યું, ખોટું તને કેમ લાગ્યું
કરી ના જ્યાં જગમાં પરવા તેં અન્યની, કહ્યું એનું, તારા હૈયે તો કેમ વાગ્યું
સ્વીકારવું ના સ્વીકારવું, હતું જ્યાં હાથમાં તારા, હૈયે તારા તો એ કેમ પહોંચ્યું
હતું શું સત્ય એમાં ભર્યું, તેં ના જે સ્વીકાર્યું, તને ખોટું એનું શું એથી લાગ્યું
કરી કંઈક વાતની તેં અવગણના, આ વાત તારા હૈયામાં પ્રવેશ તો કેમ પામ્યું
મળ્યો ના મારગ તને, સ્વીકાર્યો ના તેં અન્યનો, વાત આ યાદ તને શું આપી ગયું
નિષ્ફળતાના તારા હૈયાના દર્દને, શું વાત એ પાછી જગાવી ગયું
વાસ્તવિકતાથી જીવનમાં હટતાં-હટતાં, પરિણામ શું, આ તો આવ્યું
હતું દિલ તારું, સહુ વાતને તો સ્વીકારતું, કેમ દ્વાર આજ એ બંધ કરી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)