Hymn No. 3230 | Date: 05-Jun-1991
|
|
Text Size |
 |
 |
જોયું, જાણ્યું, અનુભવ્યું, તોયે હૈયે શંકાઓ જાગી રે
Joyu, Jaanyu, Anubhavyu, Toye Haiye Sankao Jaagi Re
સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)
જોયું, જાણ્યું, અનુભવ્યું, તોયે હૈયે શંકાઓ જાગી રે કિનારે આવેલું વ્હાણ, કિનારેથી દૂર ખેંચાઈ ગયું રે, જીવનમાં બધું ધોવાઈ ગયું રે સમજાયું ઘણું, માન્યું એને, તોયે શંકા તો ના મટી રે - કિનારે... હર કાર્યમાંથી હિંમત તૂટી, શંકાએ ધીરજ જ્યાં ખુટાડી રે - કિનારે... ગઈ શ્રદ્ધા ત્યાં તો હટી, કરી ગઈ મુશ્કેલી એ તો ઊભી રે - કિનારે... યત્નોમાં તો ત્યાં ગરમી ખૂટી, શંકાનો તાપ જ્યાં ફેલાયો રે - કિનારે... સહનશીલતા જીવનમાં ખૂટી, નજર કાંઈ જુદું રહી ગોતતી રે - કિનારે... સમતુલા જીવનની ગઈ હચમચાવી, કરી ગઈ તોફાન ઊભું એતો રે - કિનારે... શાંતિ હૈયાની ગઈ ખળભળી, અશાંતિ ઊભી એ તો કરી ગઈ રે - કિનારે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|