Hymn No. 3239 | Date: 11-Jun-1991
|
|
Text Size |
 |
 |
તને રે મનવા, તને બીજી બધી વાત કરવા તો સમય મળે છે
Tane Re Manva, Tane Bijee Badhi Vaat Karva To Samay Male Che
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1991-06-11
1991-06-11
1991-06-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14228
તને રે મનવા, તને બીજી બધી વાત કરવા તો સમય મળે છે
તને રે મનવા, તને બીજી બધી વાત કરવા તો સમય મળે છે નામ પ્રભુનું તો લેવા (2) વાંધા તું કેમ કાઢે છે સ્વાર્થની પડી છે તને તો આદત, સ્વાર્થ માટે જગમાં તું બધું કરે છે પ્રભુમિલન છે જગમાં સ્વાર્થ તો મોટો, આ સ્વાર્થ તો તું કેમ ભૂલે છે ધનસંપત્તિ તો જીવનમાં જાશે લૂંટાઈ, નામસંપત્તિ તો વધતી રહે છે જીવનમાં નામસંપત્તિ કરવા રે ભેગી, તું પાછો તો કેમ પડે છે ધનસંપત્તિ ના તરાવી શકે જીવન પૂરું, પ્રભુનામ તો ભવસાગર તરાવે છે માંડી લે હિસાબ તું આ તો જીવનમાં, ભૂલ આવી તું કેમ કરે છે હરેક જીવનમાં, કોઈ ન કોઈ ના તો કામ કરી ગયું છે રે મનવા, તું પ્રભુનું નામ લેવા, વાંધા તો કેમ કાઢે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taane re manava, taane biji badhi vaat karva to samay male che
naam prabhu nu to leva (2) vandha tu kem kadhe che
svarthani padi che taane to adata, swarth maate jag maa tu badhu kare che
prabhumilana che svartam to tu aartha to moto, kem bhule che
dhanasampatti to jivanamam jaashe luntai, namasampatti to vadhati rahe che
jivanamam namasampatti karva re bhegi, tu pachho to kem paade che
dhanasampatti na taravi shake jivan purum, prabhunama to bhavasagara, prabhunama to
bhavsagar kare che
hareka jivanamam, koi na koi na to kaam kari gayu che
re manava, tu prabhu nu naam leva, vandha to kem kadhe che
|