Hymn No. 3242 | Date: 19-Jun-1991
|
|
Text Size |
 |
 |
મન, પડશે સહેવા, જીવનમાં ઘા તો તારે રે, તું ચાહે ના ચાહે
Man, Padase Saheva, Jeevanama Gha To Taara Re, Tu Chahe Na Chahe
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
મન, પડશે સહેવા, જીવનમાં ઘા તો તારે રે, તું ચાહે ના ચાહે પડશે કરવું કાર્ય, વિરુદ્ધ તો તારે ને તારે રે, તું ચાહે ના ચાહે મળશે ના મળશે, સાથ ધાર્યો તને જીવનમાં રે, તું ચાહે ના ચાહે આવશે અંતરાયો તો જીવનમાં, ડગલે ને પગલે રે, તું ચાહે ના ચાહે થાશે ધાર્યું જીવનમાં તો પ્રભુનું રે, તું ચાહે ના ચાહે રહેશે જગ તો ચાલતું, એની ચાલમાં રે, તું ચાહે ના ચાહે મળશે સફળતા કે નિષ્ફળતા, તારા કર્મને યત્નોને આધારે રે, તું ચાહે ના ચાહે લેવું દેવું તો છે જગમાં, કર્મની મૂડીને આધારે, તું ચાહે ના ચાહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|