રહીને સાથેને સાથે, રહીને પાસેને પાસે, રમત રમશો આવી અમારી સાથે
એવું અમે ધાર્યું ના હતું, એવું અમે જાણ્યું ના હતું
દેખાડી દેખાડી, પ્યાલા સુખના જીવનમાં, દુઃખના પ્યાલા અમને પાઈ દેશો
ઘડીભર દેખાઈ અમારી નજરમાં, છુપાઈ જાશો એવા, ગોતવા બનશે મુશ્કેલ અમને
જોયા જોયા અમારી આંખમાં આંસુ તમે અમારા, જોઈ ના શકશું આંસુ તમારા
દીધું જીવન તેં તો અમને, ગણ્યો જીવનદાતા અમે તો તને ને તને
દીધી ઉપાધિ જગમાં તેં તો અમને, તોયે ઉપાધિકર્તા ના અમે તને કહીએ
હર હાલતમાં સ્વીકારતા રહ્યાં અમે તને, હર હાલત કેમ ના સ્વીકારી શક્યો તું એને
મુસીબતોની પેલી પાર વસ્યો છે તું, રહ્યો છે કહેતો, કરી પાર મળવા આવ મને
ચાલાકીને ચાલાકી કરતા રહ્યાં છો સદા તમે, પકડી ના શક્યા ચાલાકી તારી અમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)