Hymn No. 3260 | Date: 29-Jun-1991
|
|
Text Size |
 |
 |
રાહ જોઈ જોઈ રહ્યો જીવનભર તારી રે માડી, તોયે તું તો ના આવી, તું ના આવી કરી વિનંતી તને અશ્રુ વહાવી રે માડી, તોયે તું તો ના આવી, તું ના આવી રહી હતી મુજમાં તો ખામી ને ખામી રે માડી, તોયે તું તો ના આવી, તું ના આવી તારા આવવાની તો સદા આશા જગાવી રે માડી, તોયે તું તો ના આવી, તું ના આવી કદી કદી જગભાન દીધું તેં તો ભુલાવી રે માડી, તોયે તું તો ના આવી, તું ના આવી લાખ કોશિશે સમજ સાચી ના જાગી રે માડી, તોયે તું તો ના આવી, તું ના આવી જગફેરા ફર્યા અનેક, અટક્યા અટકાવ્યા ના છે રે માડી, તોયે તું તો ના આવી, તું ના આવી શ્વાસે શ્વાસે ભરી તારા દર્શનની ઇંતેજારી રે માડી, તોયે તું તો ના આવી, તું ના આવી યાદે યાદે તારી યાદો તો જગાવી રે માડી, તોયે તું તો ના આવી, તું ના આવી જીવનમાં કર્મોમાં દીધો મને એવો ગૂંથાવી રે માડી, તોયે તું તો ના આવી, તું ના આવી જગકારણોમાં રાખી મારા મનને ભમાવી રે માડી, તોયે તું તો ના આવી, તું ના આવી રહી જોઈ જોઈ રાહ જીવનભર રે માડી, તોયે તું તો ના આવી, તું ના આવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|