Hymn No. 3266 | Date: 03-Jul-1991
|
|
Text Size |
 |
 |
1991-07-03
1991-07-03
1991-07-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14255
હું કરું છું, હું કરું છું, કેમ આમ તું માનતો તો રહ્યો છે
હું કરું છું, હું કરું છું, કેમ આમ તું માનતો તો રહ્યો છે જગત તો જ્યાં, સદા પ્રભુના હાથમાં તો રમી રહ્યું છે કર્તાપણાનો ભાવ તો છે જગ જૂનો, ઇચ્છા વિના જગ સહુએ છોડવું પડયું છે કરતા ને કરતા જગમાં સહુ કરતા રહ્યા છે, નિષ્ફળતા તોયે શાને વરે છે કરવું છે રાજ સહુએ તો જગ પર, જગ પર તો રાજ કોણે કર્યું છે ચાહે છે સહુ, રહે સહુ કહ્યું એનું કરતા જગમાં, કોણ કોના કહ્યામાં રહ્યા છે દયા ચાહનારા તો પ્રભુની, કેમ જગમાં દયાહીન તો બનતા રહ્યા છે રાખવું છે જગથી ખૂબ છૂપું, કેમ જગમાં સહુ ઉઘાડા પડતા રહ્યા છે ચાહે છે જગમાં સહુ હસતા તો રહેવું, આંસુ કેમ સહુનાં વહેતાં રહ્યાં છે રહ્યા છે, રહ્યા છે માનવ સહુ કર્તા, પ્રભુને શાને પોકારતા રહ્યા છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hu karu chhum, hu karu chhum, kem aam tu manato to rahyo che
jagat to jyam, saad prabhu na haath maa to rami rahyu che
kartapanano bhaav to che jaag juno, ichchha veena jaag sahue chhodavu padayu karata,
nar karta ne karta jagishamphalata toye shaane vare che
karvu che raja sahue to jaag para, jaag paar to raja kone karyum che
chahe che sahu, rahe sahu kahyu enu karta jagamam, kona kona kahyamam rahya che
daya chahanara to prabhuni, kem jagheamam dayahina to
che rahumam dayahina to khub chhupum, kem jag maa sahu ughada padata rahya che
chahe che jag maa sahu hasta to rahevum, aasu kem sahunam vahetam rahyam che
rahya chhe, rahya che manav sahu karta, prabhune shaane pokarata rahya che
|