Hymn No. 3281 | Date: 15-Jul-1991
|
|
Text Size |
 |
 |
1991-07-15
1991-07-15
1991-07-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14270
અપનાવ્યા છે જગમાં તો સહુને પ્રભુએ, અપનાવવું સહુને ચૂકશો નહિ
અપનાવ્યા છે જગમાં તો સહુને પ્રભુએ, અપનાવવું સહુને ચૂકશો નહિ ત્યજ્યા નથી જગમાં કોઈને તો પ્રભુએ, કોઈને જીવનમાં તો ત્યજશો નહિ કરતા રહ્યા છે માફ જગમાં સહુને તો પ્રભુ, કરવું માફ સહુને તો ચૂકશો નહિ દે છે સહારો સહુને જગમાં તો પ્રભુ, સહારો દેવો અન્યને જગમાં તો ભૂલશો નહિ રાખતો નથી ભૂખ્યો જગમાં તો પ્રભુ, જગમાં કોઈને ભૂખ્યા રહેવા દેશો નહિ સમજે છે સાચી રીતે જગમાં સહુને તો પ્રભુ, સમજવું સહુને તો ભૂલશો નહિ લાગ્યા નથી જુદા જગમાં કોઈ તો પ્રભુને, જગમાં કોઈને જુદા તો ગણશો નહિ વહે છે પ્રેમ એનો સહુને કાજે, જગમાં કોઈને પ્રેમથી બાકાત રાખશો નહિ દયા ખાયા વિના દયા વરસાવે પ્રભુ, જગમાં દયા વરસાવવી ભૂલશો નહિ રાજી રહે એ, જ્યાં બાળ રાજી રહે, જગમાં અન્યને રાજી રાખવું ચૂકશો નહિ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
apanavya che jag maa to sahune prabhue, apanavavum sahune chuksho nahi
tyajya nathi jag maa koine to prabhue, koine jivanamam to tyajasho nahi
karta rahya che maaph jag maa sahune chuksho nahi, karvu maaph sahune saho saw, karvu maaph sahune to chukaro, karvu maaph sahune to
chu to bhulsho nahi
rakhato nathi bhukhyo jag maa to prabhu, jag maa koine bhukhya raheva desho nahi
samaje che sachi rite jag maa sahune to prabhu, samajavum sahune to bhulsho nahi
laagya nathi saho juda jagamheine koi to
prabhasho , jag maa koine prem thi bakata rakhasho nahi
daya khaya veena daya varasave prabhu, jag maa daya varasavavi bhulsho nahi
raji rahe e, jya baal raji rahe, jag maa anyane raji rakhavum chuksho nahi
|
|