Hymn No. 3288 | Date: 18-Jul-1991
|
|
Text Size |
 |
 |
1991-07-18
1991-07-18
1991-07-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14277
લઈ શકું ઘડી બે ઘડી નામ તારું રે પ્રભુ, ફુરસદ જીવનમાં એટલી તો આપજે
લઈ શકું ઘડી બે ઘડી નામ તારું રે પ્રભુ, ફુરસદ જીવનમાં એટલી તો આપજે કરી શકું દિલથી સેવા જગમાં અન્યની રે પ્રભુ, શક્તિ જીવનમાં એટલી તો આપજે કરી શકું વિચાર સાચા તો જીવનમાં રે પ્રભુ, શુદ્ધ બુદ્ધિ જીવનમાં એટલી તો આપજે પથ્થર દિલ ના બનું, જોઈ અન્યનાં દુઃખ રે પ્રભુ, દયા દિલમાં જીવનમાં એટલી તો આપજે દિલના ભાવો દિલથી તો ઝીલી શકું રે પ્રભુ, સંવેદનશીલ જીવનમાં એટલું તો આપજે સહારા વિના કાર્ય તો કરી શકું રે પ્રભુ, તંદુરસ્તી જીવનમાં એટલી તો આપજે વ્યવહાર કાજે જીવનમાં હાથ ના ફેલાવવો પડે રે પ્રભુ, લક્ષ્મી જીવનમાં એટલી તો આપજે ધરી શકું ધ્યાન તારું જીવનમાં રે પ્રભુ, ધ્યાનમાં એકાગ્રતા એટલી તો આપજે સમજી શકું તને ને અન્યને જીવનમાં રે પ્રભુ, સમજશક્તિ જીવનમાં એટલી તો આપજે રહી શકું ને ટકી શકું તારા વિશ્વાસે રે પ્રભુ, શ્રદ્ધા જીવનમાં એટલી તો આપજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
lai shakum ghadi be ghadi naam taaru re prabhu, phurasada jivanamam etali to aapje
kari shakum dil thi seva jag maa anya ni re prabhu, shakti jivanamam etali to aapje
kari shakum vichaar saacha to jivanamam re prabhu,
pathila dila anyanam dukh re prabhu, daya dil maa jivanamam etali to aapje
dilana bhavo dil thi to jili shakum re prabhu, samvedanashila jivanamam etalum to aapje
sahara veena karya to kari shakum re prabhu, tandurasti jivahelave prabhu, tandurasti jivanajave kai vai to prabhu,
tandurasti jivanajave jivanajave jivanajave jivanamam etali to aapje
dhari shakum dhyaan taaru jivanamam re prabhu, dhyanamam ekagrata etali to aapje
samaji shakum taane ne anyane jivanamam re prabhu, samajashakti jivanamam etali to aapje
rahi shakum ne taki shakum taara vishvase re prabhu, shraddha jivanamam etali to aapje
|
|