Hymn No. 3289 | Date: 19-Jul-1991
|
|
Text Size |
 |
 |
1991-07-19
1991-07-19
1991-07-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14278
છે જીવન તો સંજોગોનો શંભુમેળો
છે જીવન તો સંજોગોનો શંભુમેળો અનુકૂળ પ્રતિકૂળ સંજોગોમાં, જોજે દે ના મન તને તો અવળો સાથ કર મનને તું તૈયાર, કર મનને તું તૈયાર અવળા અર્થો એ તો ગોતતો રહેશે, ભાગવા સદા એ તો તૈયાર રહેજે તું તેમાં હોંશિયાર, કર મનને તું તૈયાર, કર મનને તું તૈયાર જ્યાં ત્યાં જાશે એ તો ભાગી, જોતો ના રહેતો એને તું આંખ ફાડી બાંધજે પાણી પહેલાં તું પાળ, કર મનને તું તૈયાર, કર મનને તું તૈયાર તેજ ગતિથી એ તો દોડશે, ક્યાં ને ક્યાં એ તો છટકી જાશે રહેજે એમાં સદા તું સજાગ, કર મનને તું તૈયાર, કર મનને તું તૈયાર લાગશે દેવા તને એ સાથ, બનશે ખુલ્લાં ત્યાં તો પ્રભુનાં દ્વાર મનને કર તું તૈયાર, મનને કર તું તૈયાર સંયમને સંકલ્પની દોરીથી દેજે બાંધી, બનશે ત્યાં એ સાથીદાર કર મનને તું તૈયાર, કર મનને તું તૈયાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che jivan to sanjogono shambhumelo
anukula pratikula sanjogomam, joje de na mann taane to avalo saath
kara mann ne tu taiyara, kara mann ne tu taiyaar
avala artho e to gotato raheshe, bhagava saad e to taiyaar
raheje tu te haar manane, kara manane, kara mann ne tu taiyaar
jya tya jaashe e to bhagi, joto na raheto ene tu aankh phadi
bandhaje pani pahelam tu pala, kara mann ne tu taiyara, kara mann ne tu taiyaar
tej gatithi e to dodashe, kya ne kya e to chhat emaki
jaashe rahe kara mann ne tu taiyara, kara mann ne tu taiyaar
lagashe deva taane e satha, banshe khulla tya to prabhunam dwaar
mann ne kara tu taiyara, mann ne kara tu taiyaar
sanyamane sankalpani dorithi deje bandhi, banshe tya e sathidara