નિષ્ફળતાને ગણી ના લેજે તું ભાગ્ય તો તારું
ચૂકી ગયો સફળતાની કેડી, કેમ તેં ના એ સ્વીકાર્યું
આશા સાથે રહ્યો હતો તું મથતો, નિરાશાના દ્વારે કેમ પહોંચાયું
જડશે ચાવી એની, ગોતીશ કારણ એનું, મળશે તને જો એ સાચું
કરી ના જ્યાં તેં તૈયારી તો પૂરી, થયું ના ત્યારે તારું તો ધાર્યું
ચડી શક્યાં સફળતાનાં સોપાન જે, ના નિરાશાને જીવનમાં અપનાવ્યું
ઢોંગ દીધો જીવનમાં ત્યાગી, વાસ્તવિકતાની ભૂમિ પર ભૂલ્યા ના ચાલવું
તણાયા ના એ લાગણીના પૂરમાં, કદી ધ્યેયને તો ના વિસાર્યું
રહ્યા એ ચાલતા ને ચાલતા, પરિણામ ધાર્યું ના જ્યાં સુધી આવ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)