મૂંઝવી-મૂંઝવી જગમાં મને રે માડી, તને મળ્યું રે શું (2)
મૂંઝાયા વિના રે માનવી, જગમાં મને ભજીશ રે શું તું
મોકલ્યો જગમાં તને રે માનવી, માયામાં ડૂબ્યા વિના કર્યું છે તેં શું
મૂંઝાયો જ્યાં જગમાં તો તું, માળા યાદની ફેરવતો રહ્યો છે તું
રહ્યો છે ભૂલતો જ્યાં ઉપકાર મારા તો તું, રાખીશ યાદ ક્યાંથી અન્યના તું
કર્યો ઉપયોગ બુદ્ધિનો બચાવમાં તારા, સ્વાર્થ વિના બીજું એમાં હતું રે શું
મારા, તારા, રહ્યો બનાવતો જગમાં તો તું, અહં વિના બીજું એમાં હતું રે શું
જરૂરિયાતના નામે કરતો રહ્યો તું ભેગું, લોભ વિના બીજું એમાં હતું રે શું
તારી ને તારી ભૂલોમાં રહ્યો તું મૂંઝાતો, શાને કાજે કહે છે મને રે તું
છોડીશ ના રસ્તા જો ખોટા રે તું, રહેશે જગમાં મૂંઝાતો ને મૂંઝાતો રે તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)