|
View Original |
|
શબ્દે શબ્દે તો સંતના આતમના તો રણકાર ઊઠે
એના પગલે પગલે તો, જગમાં પુણ્ય પથરાય
એના વિચારે વિચારે તો જગકલ્યાણ વસે
એનાં નયનોમાંથી તો, નિર્મળતા સદા રેલાય
એના શ્વાસે શ્વાસે તો, સદ્ગુણોની તો ફોરમ ફોરે
એની ધડકને ધડકને તો સદ્ભાવ ધબકતા જાય
એના રોમેરોમે તો સદા પ્રભુનું નામ રમે
એના સાંનિધ્યમાં તો ગાંઠ શંકાની તો છૂટી જાય
એના ભાવેભાવમાં તો નિત્ય જગકલ્યાણ રહે
એના દર્શન માત્રથી તો જગદુઃખ તો ભૂલી જવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)