Hymn No. 3300 | Date: 25-Jul-1991
|
|
Text Size |
 |
 |
1991-07-25
1991-07-25
1991-07-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14289
જેની દયા તો જગમાં સહુ ઝંખી રહ્યું, એવા પ્રભુને તું ભજતો રહે
જેની દયા તો જગમાં સહુ ઝંખી રહ્યું, એવા પ્રભુને તું ભજતો રહે જેના હૈયે સદા ભક્તોનું તો હિત વસે, એવા પ્રભુને તું ભજતો રહે જેની નજર ભક્તોની સદા રાહ જુએ, એવા પ્રભુને તું ભજતો રહે ભક્તોના ભાવે હૈયું જેનું ઊછળતું રહે, એવા પ્રભુને તું ભજતો રહે જગ કલ્યાણ કાજે હૈયું જેનું ધબક્તું રહે, એવા પ્રભુને તું ભજતો રહે મળવા ભક્તોને મન જેનું તલસતું રહે, એવા પ્રભુને તું ભજતો રહે, પુકાર અંતરની સુણી પગ ત્યાં જ્યાં પ્હોંચે, એવા પ્રભુને તું ભજતો રહે જગને દેવા તો હાથ જેના તત્પર રહે, એવા પ્રભુને તું ભજતો રહે જેની નજરની બહાર તો કાંઈ ના રહે, એવા પ્રભુને તું ભજતો રહે જેના કરવા દર્શન, સહુ કોઈ જગમાં ચાહે, એવા પ્રભુને તું ભજતો રહે
https://www.youtube.com/watch?v=yBsEsaZAgJI
Satguru Shri Devendra Ghia (Kaka)
જેની દયા તો જગમાં સહુ ઝંખી રહ્યું, એવા પ્રભુને તું ભજતો રહે જેના હૈયે સદા ભક્તોનું તો હિત વસે, એવા પ્રભુને તું ભજતો રહે જેની નજર ભક્તોની સદા રાહ જુએ, એવા પ્રભુને તું ભજતો રહે ભક્તોના ભાવે હૈયું જેનું ઊછળતું રહે, એવા પ્રભુને તું ભજતો રહે જગ કલ્યાણ કાજે હૈયું જેનું ધબક્તું રહે, એવા પ્રભુને તું ભજતો રહે મળવા ભક્તોને મન જેનું તલસતું રહે, એવા પ્રભુને તું ભજતો રહે, પુકાર અંતરની સુણી પગ ત્યાં જ્યાં પ્હોંચે, એવા પ્રભુને તું ભજતો રહે જગને દેવા તો હાથ જેના તત્પર રહે, એવા પ્રભુને તું ભજતો રહે જેની નજરની બહાર તો કાંઈ ના રહે, એવા પ્રભુને તું ભજતો રહે જેના કરવા દર્શન, સહુ કોઈ જગમાં ચાહે, એવા પ્રભુને તું ભજતો રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jeni daya to jag maa sahu jhakhi rahyum, eva prabhune tu bhajato rahe
jena haiye saad bhaktonum to hita vase, eva prabhune tu bhajato rahe
jeni najar bhaktoni saad raah jue, eva prabhune tu bhajato bhave
raen rahatum , eva prabhune tu bhajato bhum raheum hactheum bhajato bhum have
jaag kalyan kaaje haiyu jenum dhabaktum rahe, eva prabhune tu bhajato rahe
malava bhakto ne mann jenum talasatum rahe, eva prabhune tu bhajato rahe,
pukara antarani suni pag tya jya phonparche, eva prabhune
to rahune jagune rahune rahune to tu bhajato rahe bhajato rahe
jeni najarani bahaar to kai na rahe, eva prabhune tu bhajato rahe
jena karva darshana, sahu koi jag maa chahe, eva prabhune tu bhajato rahe
|