Hymn No. 3302 | Date: 25-Jul-1991
|
|
Text Size |
 |
 |
1991-07-25
1991-07-25
1991-07-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14291
કોઈ કોઈના કાજે દુઃખી થાતું નથી, કોઈ કોઈમાં દુઃખી થાતું નથી
કોઈ કોઈના કાજે દુઃખી થાતું નથી, કોઈ કોઈમાં દુઃખી થાતું નથી થાય છે રે દુઃખી સહુ સહુના હાથે, કોઈ કોઈને દુઃખી કરતું નથી રમતા રહ્યા છે સહુ સ્વાર્થમાં સદાય, ના સધાતા દુઃખ જાગ્યા વિના રહેતું નથી અહંમાં બંધાઈ, બંધાતા રહ્યા, ઘવાતા અહં, દુઃખ જાગ્યા વિના રહેતું નથી હૈયે સ્વાર્થ ઘૂંટતા રહ્યા, પોતાના પારકા ગણતા રહ્યા, દુઃખનું કારણ ઊભું થયા વિના રહેવાનું નથી આશા હૈયે જગાવતા રહ્યા, તૂટતા આશા, દુઃખ જાગ્યા વિના રહેવાનું નથી મૂકી આંધળો વિશ્વાસ ફસાયા જ્યાં, દુઃખ ઊભું થયા વિના રહેતું નથી રહ્યા ફેંકતા શબ્દો આડાઅવળા, વળતા ઘા કરી ગયું, દુઃખ જાગ્યા વિના રહેતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koi koina kaaje dukhi thaatu nathi, koi koimam dukhi thaatu nathi
thaay che re dukhi sahu sahuna hathe, koi koine dukhi kartu nathi
ramata rahya che sahu svarthamam sadaya, na sadhata dukh jagya veena du
ghammetum jahagya veena rahetu nathi
haiye swarth ghuntata rahya, potaana paraka ganata rahya, duhkhanum karana ubhum thaay veena rahevanum nathi
aash haiye jagavata rahya, tutata asha, dukh jagya veena rahevani
ubi nathi jagya vinaa nathuma, phashum ishhuma
visha, phashum, phashuma rahdo valata gha kari gayum, dukh jagya veena rahetu nathi
|