Hymn No. 3305 | Date: 27-Jul-1991
|
|
Text Size |
 |
 |
આવે છે સહુ, એ તો જાય છે, રહી નથી શક્તા, માટે એ તો જાય છે
Ave Che Sahu, E To Jaay Che, Rahee Nathi Shakta, Mate E To Jaay Che
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
આવે છે સહુ, એ તો જાય છે, રહી નથી શક્તા, માટે એ તો જાય છે રે મનવા, અફસોસ તું શાને કરે, રે મનવા, અફસોસ તું શાને કરે જાવાનું છે એ તો જાય છે, ના એનાથી તો રહી શકાય છે કાં ભૂલતો એનું કારણ હશે, કાં ભાગ્ય એ તો કહેવાય છે આવી હાથમાં જે લક્ષ્મી આજે, કાલ એ તો પાછી સરકી જાય છે રહેવાની હતી એ ત્યાં સુધી રહી, હાથતાળી આપી એ તો જાય છે નક્કી નથી આવશે કોઈ ક્યારે, નક્કી નથી ક્યારે એ તો જાય છે રહ્યા દિન જેટલા જે જગમાં, આયુષ્ય એનું એ તો ગણાય છે નીકળ્યા શબ્દો ને જાગ્યા જે વિચારો, વહી એ તો જાય છે પ્હોંચશે કાં એ મંઝિલ ઉપર, કાં અધવચ્ચે એ તો રહી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|