1991-08-11
1991-08-11
1991-08-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14319
જીવનમાં કંઈક તો કરવું છે, જીવનમાં કંઈક તો કરવું છે
જીવનમાં કંઈક તો કરવું છે, જીવનમાં કંઈક તો કરવું છે
વારેઘડીએ તો ના ફરવું છે, આડેધડ તો ના કંઈ કરવું છે
શું કરવું, શું ના કરવું જીવનમાં, શાંતિથી એ તો નક્કી કરવું છે
જીવનમાં કંઈક તો પામવું છે, જીવનમાં કંઈક તો બનવું છે
શું બનવું ને શું પામવું, શાંતિથી નક્કી એ તો કરવું છે
લઈ યત્નોને સમયનું તીર, જીવનમાં સમજીને એને છોડવું છે
છોડવું છે એને રે એવું, લક્ષ્ય જીવનમાં તો વીંધવું છે
નાહક તો જીવન મળ્યું નથી, કર્મથી એને તો મેળવ્યું છે
કરી યત્નો જીવનમાં રે એવા, સદા સાર્થક એને તો કરવું છે
રહ્યા જન્મોજનમ તો દાસ માયાના, મુક્ત એમાંથી તો થાવું છે
મળ્યા છે ભાવ, બુદ્ધિ, મન જીવનમાં, પ્રભુમાં એને તો જોડવું છે
મળ્યું જીવનમાં તો જેવું ને જે, પણ ચિત્ત પ્રભુમાં તો જોડવું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ kaṁīka tō karavuṁ chē, jīvanamāṁ kaṁīka tō karavuṁ chē
vārēghaḍīē tō nā pharavuṁ chē, āḍēdhaḍa tō nā kaṁī karavuṁ chē
śuṁ karavuṁ, śuṁ nā karavuṁ jīvanamāṁ, śāṁtithī ē tō nakkī karavuṁ chē
jīvanamāṁ kaṁīka tō pāmavuṁ chē, jīvanamāṁ kaṁīka tō banavuṁ chē
śuṁ banavuṁ nē śuṁ pāmavuṁ, śāṁtithī nakkī ē tō karavuṁ chē
laī yatnōnē samayanuṁ tīra, jīvanamāṁ samajīnē ēnē chōḍavuṁ chē
chōḍavuṁ chē ēnē rē ēvuṁ, lakṣya jīvanamāṁ tō vīṁdhavuṁ chē
nāhaka tō jīvana malyuṁ nathī, karmathī ēnē tō mēlavyuṁ chē
karī yatnō jīvanamāṁ rē ēvā, sadā sārthaka ēnē tō karavuṁ chē
rahyā janmōjanama tō dāsa māyānā, mukta ēmāṁthī tō thāvuṁ chē
malyā chē bhāva, buddhi, mana jīvanamāṁ, prabhumāṁ ēnē tō jōḍavuṁ chē
malyuṁ jīvanamāṁ tō jēvuṁ nē jē, paṇa citta prabhumāṁ tō jōḍavuṁ chē
|