1991-08-16
1991-08-16
1991-08-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14327
ભર્યું ભર્યું ચોખ્ખું નીર તો સરોવરમાં, પીનાર એનો તો જોઈશે

વ્હેતી ને વ્હેતી રહી છે શક્તિ પ્રભુની તો જગમાં, ઝીલનાર એનો તો જોઈશે
ભર્યા ભર્યા હોય ભલે અન્નના તો ભંડાર, ખાનાર એનો તો જોઈશે
હોય ભલે ભરપૂર લક્ષ્મીનો રે ભંડાર, ભોગવનાર એનો તો જોઈશે
કહેવી હોય જો વાત તો દિલની, સાંભળનાર એને તો જોઈશે
પડયું છે ભર્યું ભર્યું શાસ્ત્રોમાં તો જ્ઞાન, સમજાવનાર એનો તો જોઈશે
પડયો છે જલવા દીપક તો તૈયાર, પ્રગટાવનાર એનો તો જોઈશે
પડયાં છે ધરતીમાં તો રત્નો રે અપાર, કાઢનાર એનો તો જોઈશે
હોય કવિ, ગવૈયા ભલે ખૂબ હોંશિયાર, દાદ દેનાર એનો તો જોઈશે
રહ્યા છે પ્રભુ તો પાસે આવવાને તો તૈયાર, બોલાવનાર એનો તો જોઈશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bharyuṁ bharyuṁ cōkhkhuṁ nīra tō sarōvaramāṁ, pīnāra ēnō tō jōīśē
vhētī nē vhētī rahī chē śakti prabhunī tō jagamāṁ, jhīlanāra ēnō tō jōīśē
bharyā bharyā hōya bhalē annanā tō bhaṁḍāra, khānāra ēnō tō jōīśē
hōya bhalē bharapūra lakṣmīnō rē bhaṁḍāra, bhōgavanāra ēnō tō jōīśē
kahēvī hōya jō vāta tō dilanī, sāṁbhalanāra ēnē tō jōīśē
paḍayuṁ chē bharyuṁ bharyuṁ śāstrōmāṁ tō jñāna, samajāvanāra ēnō tō jōīśē
paḍayō chē jalavā dīpaka tō taiyāra, pragaṭāvanāra ēnō tō jōīśē
paḍayāṁ chē dharatīmāṁ tō ratnō rē apāra, kāḍhanāra ēnō tō jōīśē
hōya kavi, gavaiyā bhalē khūba hōṁśiyāra, dāda dēnāra ēnō tō jōīśē
rahyā chē prabhu tō pāsē āvavānē tō taiyāra, bōlāvanāra ēnō tō jōīśē
|
|