દેવી છે વિદાય જીવનમાં રે, દિલથી દેજો રે વિદાય, તમારાં કુકર્મોને ને શંકાઓને
દીધું છે દુઃખદર્દ વિના, બીજું જીવનમાં તો શું એણે – દિલથી…
ધકેલ્યો છે અભિમાને ને અહમે, ઊંડી ગર્તામાં તો તને
દેજે દિલથી વિદાય ત્યાં તો તું એને (2)
રહ્યા છે સતાવતા જીવનભર વિકારો તો જ્યાં તને - દેજે...
ઘેરી રહ્યો છે અંધકાર અજ્ઞાનનો જીવનમાં તો જ્યાં તને - દેજે...
લઈ લીધો છે કબજો, તારા હૈયાનો વેર અને ઈર્ષ્યાએ - દેજે...
બેસવા ના દે, શાંતિથી જીવનમાં, અસંતોષ તો તને - દેજે...
ખોટા વિચારો ને ખોટા ખ્યાલો, ઘેરી રહ્યા છે તો જ્યાં તને - દેજે...
દેતો ના તું ઉત્તેજન આળસને, બાંધવા ના દેતો તું એને - દેજે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)