Hymn No. 3344 | Date: 21-Aug-1991
|
|
Text Size |
 |
 |
1991-08-21
1991-08-21
1991-08-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14333
લેતો રહ્યો છે જગમાંથી તું તો બધું, જગને દીધું તેં તો શું
લેતો રહ્યો છે જગમાંથી તું તો બધું, જગને દીધું તેં તો શું લેતા લેતા ના ધરાયો તો તું, ના ધરાયો રે તું - જગને... મળતું રહ્યું જે યત્નો વિના, કરી ના શક્યો કિંમત એની તો તું - જગને... પળેપળે રહ્યા મળતા તને શ્વાસો, કરી ના શક્યો કિંમત એની તો તું - જગને... કોશિશ વિના રહ્યું છે હૈયું ધબકતું, સમજી ના શક્યો એને રે તું - જગને... વ્હેતું રહ્યું લોહી તો તારા તનમાં, કરી ના શક્યો કદર એની તો તું - જગને... રાચ્યો તું વેરમાં, નહાયો તું ઇર્ષ્યાએ, ડૂબ્યો ક્રોધમાં, જીવનમાં તો તું - જગને... ભાવભરી લાગણી, પ્રેમભર્યું વર્તન, ભૂલી ગયો જીવનમાં તો તું - જગને... માયા ને માયા રહ્યો વધારતો, રહ્યો ડૂબતો માયામાં તો તું - જગને... મળ્યું માનવતન જગમાં તો જ્યાં તને, આંકી ના શક્યો કિંમત એની તો તું - જગને...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
leto rahyo che jagamanthi tu to badhum, jag ne didhu te to shu
leta leta na dharayo to tum, na dharayo re tu - jag ne ...
malatum rahyu je yatno vina, kari na shakyo kimmat eni to tu - jag ne ...
palepale rahya malata taane shvaso, kari na shakyo kimmat eni to tu - jag ne ...
koshish veena rahyu che haiyu dhabakatum, samaji na shakyo ene re tu - jag ne ...
vhetum rahyu lohi to taara tanamam, kari na shakyo kadara eni to tu - jagane. ..
rachyo tu veramam, nahayo tu irshyae, dubyo krodhamam, jivanamam to tu - jag ne ...
bhaav bhari lagani, premabharyum vartana, bhuli gayo jivanamam to tu - jag ne ...
maya ne maya rahyo vadharato, rahyo dubato jag ne to tu ...
malyu manavatana jag maa to jya tane, anki na shakyo kimmat eni to tu - jag ne ...
|
|