કુદરતના ક્રમ આગળ જગતમાં, કોઈનું કાંઈ ચાલ્યું નથી
સૂર્ય, ચંદ્ર જેવાએ પણ, જગતમાં ઊગવું અને આથમવું પડ્યું
આવ્યા જે-જે તો જગમાં, જગતમાંથી એણે જાવું તો પડ્યું
નાનું કે મોટું, રાજ્ય જગતમાં ના ટક્યું, કુદરત ક્રમ તો ચૂક્યું નથી
ચૂક્યા ક્રમ જ્યાં કુદરતના, સીધી કે આડકતરી શિક્ષા પામ્યા વિના રહ્યું નથી
આવી જગતમાં, ક્રમ એના જાણ્યા વિના, તારું કાંઈ વળવાનું નથી
ક્રમે રાખ્યા ના લક્ષ્યમાં એકને, રાખ્યા સહુને, અલિપ્ત એના જેવું કોઈ નથી
લેવાય એણે લાભ લીધા એના, બીજા હાથ ઘસતા રહ્યા
રહે મળતું ને મળતું સહુને એમાંથી, શોધ્યા વિના જે એમાં રહ્યા નથી
દેતા ખૂટ્યાં ના એના ભંડારો, રીત એની જલદી સમજાતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)