હોય મળ્યો થોડો ભી પ્રકાશ તુજને, અન્યને અંધારામાં ના રહેવા દેજે
પાથરી દેજે તું એને પથ પર, પંથ ચોખ્ખો એમાં દેખાવા દેજે
જલ્યો છે દીપક જીવનમાં જ્યાં તારો, દીપક અન્યનો ભી જલાવી દેજે
સાચવી દીપકને તો વંટોળામાં, જીવનમાં ના એને બુઝાવા દેજે
બુઝાય દીપક તારો જીવનમાં, દીપક અન્યનો પહેલાં તું ચેતાવી દેજે
મળ્યો છે જ્યાં દીપક તો તને, લાભ બીજાને એનો ભી તો લેવા દેજે
દેતા નુકસાન ના એમાં તો થાશે, દેવાય એટલો તો તું દેતો રહેજે
દેતાં-દેતાં જાશે એ તો વધતો, ફિકર એની બધી તું છોડી દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)