1991-08-29
1991-08-29
1991-08-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14349
શું હાથમાં તો છે પાસે તારી, જોઈએ છે જીવનમાં તો શું

મેળવવું કઈ રીતે એને, કરજે વિચાર એનો તો તું
નથી હાથમાં પાસે તો જે તારી, કર ના અફસોસ એનો તો તું
લઈ દોર હકીકતનો તો હાથમાં, રહેજે દૃઢ એમાં તો તું
દોડાવજે ના તું કલ્પનાના તો ઘોડા, વળશે એમાં તો તારું શું
લઈ પકડી યત્નોને પુરૂષાર્થનો દોર, કરજે સવારી એના પર તો તું
હટતો ના તું તારા પથ પરથી, પ્હોંચીશ લક્ષ્ય પર તો તું
હલી જઈશ જ્યાં તો તું જીવનમાં, જઈ પ્હોંચીશ ક્યાંનો ક્યાં તું
સ્વસ્થતા ને સ્વસ્થ વિચારો તો તારા, લાવશે ના ધાર્યું પરિણામ શું
રહેજે સ્થિર તો તુજમાં, સમજજે જરા નથી વિકલ્પ બીજો તો તું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śuṁ hāthamāṁ tō chē pāsē tārī, jōīē chē jīvanamāṁ tō śuṁ
mēlavavuṁ kaī rītē ēnē, karajē vicāra ēnō tō tuṁ
nathī hāthamāṁ pāsē tō jē tārī, kara nā aphasōsa ēnō tō tuṁ
laī dōra hakīkatanō tō hāthamāṁ, rahējē dr̥ḍha ēmāṁ tō tuṁ
dōḍāvajē nā tuṁ kalpanānā tō ghōḍā, valaśē ēmāṁ tō tāruṁ śuṁ
laī pakaḍī yatnōnē purūṣārthanō dōra, karajē savārī ēnā para tō tuṁ
haṭatō nā tuṁ tārā patha parathī, phōṁcīśa lakṣya para tō tuṁ
halī jaīśa jyāṁ tō tuṁ jīvanamāṁ, jaī phōṁcīśa kyāṁnō kyāṁ tuṁ
svasthatā nē svastha vicārō tō tārā, lāvaśē nā dhāryuṁ pariṇāma śuṁ
rahējē sthira tō tujamāṁ, samajajē jarā nathī vikalpa bījō tō tuṁ
|
|