રહ્યો ને છું, જીવનમાં ભલે હું તો, કાચો ને કાચો
પણ પ્રભુ તો મારા, કાંઈ કાચા તો નથી (2)
રહ્યો ને છું, જીવનમાં હું તો અધૂરો ને અધૂરો
પણ પ્રભુ તો મારા, કાંઈ અધૂરા તો નથી (2)
કરતો રહ્યો ભૂલો જીવનમાં હું તો ઘણી
પણ પ્રભુ તો મારા, કાંઈ ભૂલો તો કરતા નથી (2)
કહેવું નથી જરા, આવ્યું દુઃખ તો જે-જે જીવનમાં
પણ શું પ્રભુ મારા, એ જાણતા નથી (2)
રહી છે અને રાખે નજર જગ પર તો એની
પણ પ્રભુ તો મારા, મને નજરમાં રાખ્યા વિના, રહેવાના નથી (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)