છે મુઠ્ઠીભર ધાનની જરૂર તો જગમાં જ્યારે
પાપનું પોટલું જગમાં તું શાને રે બાંધે
પડતી નથી દેવી તો જ્યાં, શ્વાસેશ્વાસની કિંમત તો જ્યારે - પાપનું...
જોઈ રહ્યા છે રાહ, સરોવર, સરિતાનાં નીર, પીનારની જ્યારે - પાપનું...
તન ઢાંકવા છે જ્યાં કપડાંની જરૂર, વધુ તું શાને રે માગે - પાપનું...
શ્રમ વિના તો ના નીંદર આવે, શ્રમને જીવનમાં શાને તું ત્યાગે - પાપનું...
લઈ દૂધ બધું તો ગાયનું, ભૂખી એને શાને તું રાખે - પાપનું ...
સૂવા પૂરતો તો છાંયડો મળે, આશા વધુની તું શાને રાખે - પાપનું...
છે ઉપયોગ વિના તારી પાસે ઘણું, દેતાં એને શાને ખચકાય - પાપનું...
જરૂરિયાત વિના જરૂરિયાત કરી ઊભી, એની પાછળ તું દોડે શાને - પાપનું...
આગ અસંતોષની હૈયે જગાવી, શાંતિ હૈયાની શાને ખોવે - પાપનું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)