ક્યારે શું કરવું, ને કેમ કરવું, જગમાં લેજે એ તો તું જાણી
જાગે ક્રોધ હૈયે, ગમ ત્યારે ખાઈ લેજે, લેશે બાજી તારી એ સુધારી
અસંતોષ હૈયે દેતો ના જગાવી, દેજે સદા એને તો તું ત્યાગી
મળે સમય જ્યાં આવી, લેજે એને સાધી, દઈ જાશે તને એ હાથતાળી
બોલવું શું ને બોલવું કેમ, લેજે એ વિચારી, લાવે પરિણામ, ધાર્યું એ લાવી
લક્ષ્ય નજર સામે રાખી, રહેજે તું તો ચાલી, મંઝિલ દેશે પાસે એ લાવી
વેરને હૈયેથી દેજે તું ભુલાવી, દેજે હૈયે પ્રેમની પથારી તો પાથરી
કરતો ના અપમાન તો કોઈનું, બને તો બનજે તું સહાયની લાકડી
સંસારે અટવાયેલા મળશે જીવો, બનજે એની તો તું દીવાદાંડી
લૂંટતો ના લાજ તું કોઈની, બને તો તું બાંધજે રક્ષાની સહુને રાખડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)