સંભવ તો છે જે, કરવા સંભવ તો એને, જીવનમાં તો તેં શું કર્યું
અસંભવને જીવનમાં કંઈકે સંભવ કર્યું, કરવા સંભવ તો એને, તેં શું કર્યું
હાર્યો જીવનમાં બાજી કોઈ ભૂલથી, સુધારવા એને, જીવનમાં તેં શું કર્યું
જીવનના કાચા ચણતરને કરવા તો પાકું, જીવનમાં તો તેં શું કર્યું
સંસારમાં ડોલતી તારી નાવને કરવા સ્થિર, જીવનમાં તો તેં શું કર્યું
મળ્યો છે હૈયામાં પ્રેમનો કૂપ તો ના, જગને તો પામવા, તો તેં શું કર્યું
આવે વિચારો તો સાચા કે ખોટા, કરવા દૂર ખોટાને, જીવનમાં તો તેં શું કર્યું
વાસ્તવિકતાથી રહ્યો ખેંચાઈ, કરવા પગ સ્થિર એમાં, જીવનમાં તો તેં શું કર્યું
પ્રભુ કૃપાથી તો જીવન સંભવ બન્યું, સાર્થક કરવા એને, જીવનમાં તો તેં શું કર્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)