ઉરની ધડકન દેજે સાથ, દિલથી બોલજે તું તો આજ
નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય
કાનમાં ગુંજે છે આજ, એક પવિત્ર નાદ - નમઃ શિવાય...
તન ને મનનો છે એક પોકાર, દિલમાં છે એક અવાજ - નમઃ શિવાય...
પંખીના કલરવમાં નીકળે છે, આજ તો એક અવાજ - નમઃ શિવાય...
સાગર તો ઘૂઘવે છે આજ, સંભળાય આજ એક અવાજ - નમઃ શિવાય...
પવનની લહરો વહે છે આજ, નીકળે એમાંથી એક અવાજ - નમઃ શિવાય...
કુદરતના ખૂણે-ખૂણેથી, પ્રગટે છે આજ એક જ સાદ - નમઃ શિવાય...
સરિતાનાં જળ વહે છે આજ, સંભળાય એમાં એક અવાજ - નમઃ શિવાય...
વરસતા વરસાદમાંથી, રહે છે સંભળાતો બસ એક અવાજ - નમઃ શિવાય...
જગના શ્વાસેશ્વાસમાંથી, બોલતો રહ્યો છે બસ એક અવાજ - નમઃ શિવાય...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)