કરતો ને કરતો રહ્યો, ભૂલો જીવનમાં રે પ્રભુ, હું તો ઘણી ને ઘણી
રહ્યો તું એને જોતો ને જોતો રે પ્રભુ, શાને દીધો ના મને તેં તો રોકી
કરતો ને કરતો ગયો રે ભૂલો, રહ્યું અંતર એમાં તો વધી ને વધી
જગમાં રહ્યો માયામાં હું તો ખેંચાઈ, શાને લીધો ના મને, એમાંથી ખેંચી
અલગતાનાં ને અલગતાનાં બીજ દીધાં રોપી, રોક્યો ના મને શાને એમાંથી
સાચું ને ખોટું રહ્યો સમજતો જગમાં, પ્રભુ શાને સાચું ના બતાવી દીધું
રહ્યો પોષતો ને પોષતો અહં જીવનમાં, દીધો ના શાને મને તો અટકાવી
ખોટા ને ખોટા વિચારોમાં રહ્યો રાચી, પ્રભુ શાને દીધા ના એને ફેરવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)