રહ્યા વિકારો તને ખેંચતા ને ખેંચતા, શું એને તું જોતો ને જોતો રહ્યો
સતાવતા ને સતાવતા રહ્યા એ તને, શાને ના એને તું ત્યજી શક્યો
જીવનમાં તો રહ્યો ફૂંફાડા મારતો, શાને રાંક એમાં તું બની રહ્યો
ખેંચાતો રહ્યો ચારે બાજુથી, કર્યો ના શાને દિલથી એનો સામનો
ચાહી ના, બની હાલત તારી એવી, મજબૂર શાને એમાં બનતો રહ્યો
રહીશ જોતો ને જોતો એને, તારા યત્નોને તું શું વીસરી ગયો
જીવનમાં તો જાવું હતું, પહોંચવું હતું ક્યાં, શું તું એ ભૂલી ગયો
દુઃખદર્દ તો જાશે જાગી, રહેશે તને સતાવી, શાને તું એ ભૂલી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)