Hymn No. 3393 | Date: 12-Sep-1991
|
|
Text Size |
 |
 |
દીધું હોય જો દુઃખ જાણ્યે અજાણ્યે, હે જગતના રે જીવો સ્વીકારો આજે મારા, હૈયાના મિચ્છામિ દુકકડમ (2) વિચારો થકી દુભવ્યાં હોય દિલ તમારાં, હે જગતના રે જીવો - સ્વીકારો... ક્રોધથકી કે શંકાથકી, કર્યો હોય દોષ તમારો, હે જગતના રે જીવો - સ્વીકારો... વાણીથકી કે ઇર્ષ્યાથકી, કર્યો હોય અપરાધ તમારો, હે જગતના રે જીવો - સ્વીકારો... જન્મોજનમના રહ્યા હોય જે અપરાધો તો મારા, હે જગતના રે જીવો - સ્વીકારો... ઘટિત, અઘટિત કાર્યો થકી, દુભવ્યાં હોય જો દિલ તમારા, હે જગતના રે જીવો - સ્વીકારો... નજરથકી કે મનથકી કર્યો હોય અપરાધ મેં તો તમારા, હે જગતના રે જીવો - સ્વીકારો ... અભિમાનમાં ડૂબી, કે અહંમાં ડૂબી, કર્યાં હોય અપમાન તમારા, હે જગતના રે જીવો - સ્વીકારો... વિપરીત ભાવો જગાવી હૈયે, કર્યા હોય અપરાધ તમારા રે, હે જગતના રે જીવો - સ્વીકારો... સ્વાર્થમાં ડૂબી, લાલચે તો ખેંચાઈ, કર્યું હોય નુકસાન તમારું રે, હે જગતના રે જીવો - સ્વીકારો ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|