જ્યાં સહુનાં હૈયે તો પ્યાર વહે, જ્યાં સહુની નજરેથી સ્નેહ ઝરે
તો સ્વર્ગ અહીં નથી તો, જીવનમાં બીજે ક્યાંય નથી (2)
જ્યાં સંપથી તો સહુ રહે, જ્યાં સ્વાર્થનું તો નામનિશાન નથી - તો...
જ્યાં લોભને તો કોઈ સ્થાન નથી, જ્યાં લાલચની કોઈ પહોંચ નથી - તો...
જ્યાં હૈયામાં નિર્મળતાનાં ઝરણાં વહે, જ્યાં અલગતાથી સહુ દૂર રહે - તો...
જ્યાં સહુ સહુની સમજદારી સમજે, જ્યાં સહુ તો મર્યાદામાં રહે - તો...
જ્યાં વેરઝેરને કોઈ સ્થાન નથી, જ્યાં શાંતિ વિના બીજું કાંઈ નથી - તો...
જ્યાં વિચારોમાં કોઈની હાનિ નથી, જ્યાં વર્તનમાં કોઈનો અપરાધ નથી - તો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)