તણાઈ ખોટાં કર્મોમાં તો, કંઈનું કંઈ, હું તો કરી લઉં છું
બે આંસુ પસ્તાવાનાં, પછી પાડી હું તો લઉં છું - કંઈનું...
ઘડી બે ઘડી કરવું શું જીવનમાં, ભૂલતો એ તો જાઉં છું - કંઈનું...
સમય સરકી જતા હાથમાંથી, જોતો ને જોતો રહી જાઉં છું - કંઈનું...
રહ્યો શોધતો માર્ગ જીવનમાં, શોધતો એ તો જાઉં છું - કંઈનું...
કરતો રહી જીવનમાં તો સામનો, શ્વાસ લેતો હું તો જાઉં છું - કંઈનું...
રચી દિવાસ્વપ્નો તો જીવનમાં, એમાં છેતરાતો હું તો જાઉં છું - કંઈનું...
મળ્યાં નથી દર્શન તો પ્રભુનાં, ખુદને લાયક તોય ગણતો જાઉં છું - કંઈનું...
છૂટતા રહ્યા એક પછી એક સાથીઓ, દોષ અન્યનો કાઢતો જાઉં છું - કંઈનું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)