સમજવા જીવનમાં તો ઘણું, સમજવું ઘણું જીવનમાં, હજી તો બાકી છે
વીત્યું આયુષ્ય જગમાં તો કેટલું, વિતાવવું જગમાં, હજી તો બાકી છે
છૂટ્યા સાથ જીવનમાં કંઈકના, ન જાણું જીવનમાં કેટલા છૂટવાના, હજી તો બાકી છે
રહી મળતી નિરાશાઓ તો જીવનમાં, મળવી જીવનમાં કેટલી, હજી તો બાકી છે
ચાલ્યા જીવનપથ પર તો ઘણું, ચાલવું જીવનમાં તો, હજી તો બાકી છે
છૂટ્યા વિકારો જીવનમાં તો કેટલા, છોડવા જીવનમાં કેટલા, હજી તો બાકી છે
લીધા શ્વાસો જીવનમાં તો કેટલા, લેવા જીવનમાં કંઈક, હજી તો બાકી છે
કર્યાં કર્મો જીવનમાં તો કેટલાં, ન જાણે કરવાં જીવનમાં, હજી તો બાકી છે
મળ્યા જીવનમાં તો ઘણા, મળવા જીવનમાં કેટલા, હજી તો બાકી છે
ચૂક્યા રાહો જીવનમાં તો કેટલી, ચૂકવી રાહો જીવનમાં કેટલી, હજી તો બાકી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)