રાહ જોઈ-જોઈ ભવિષ્યની, વર્તમાન તારું તું ના ખોઈ બેસતો
તરસ લાગે તને તો જ્યારે, કૂવો ખોદવા ના ત્યારે તું બેસતો
શીખ્યો ના તું તારા ભૂતકાળમાંથી, શીખ્યો ના તું તારા વર્તમાનમાંથી
રાખી રહ્યો છે હવે ફોગટ તું તો આશા, તારા ભવિષ્યકાળ પાસેથી
કરી ના કિંમત તેં તો, છે જે તારા હાથમાં, કરીશ કિંમત રાહ જોઈ તું ક્યાંથી
કરી ના કોઈ જગમાં તો તેં તૈયારી, તૈયાર થઈશ અચાનક તો તું ક્યાંથી
પાડી છે આદત જ્યાં તેં તો ફરવાની, બેસી શકીશ સ્થિર તો તું ક્યાંથી
મોડું કે વહેલું, પડશે સમજવું તો તારે, લગાડે છે વાર હવે તો તું શાથી
ખોઈશ ના જીવનમાં તો તું કાંઈ, હરદમ જીવનમાં તો તૈયાર રહેવાથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)