મળી ના શકીશ તું તો જીવનમાં પ્રભુને, તને એવું કોણે કહ્યું
મનથી એવું તેં માની લીધું, કે તારા મને, તને તો એવું કહ્યું
ભૂલી ના શક્યો આદત તું તો તારી, કે સુધરવું તેં તો છોડી દીધું
પામ્યા કંઈક તો જીવનમાં પ્રભુને, કારણ એનું કેમ તેં ના શોધ્યું
પામ્યા પ્રભુને જે-જે જીવનમાં, હતા એ માનવ, તને માનવતન તો છે મળ્યું
નિરાશામાં રહી, નિરાશામાં ઘૂમી, નિરાશા વિના બીજું તને શું મળ્યું
ભરી છે શક્તિ તો તુજમાં, જોડી હાથ, જીવનમાં શાને બેસી રહેવું પડ્યું
છે યત્નોનું પલ્લું સદા તારે હાથ છે, તારે હાથે ભારે એને તો કરવું
વિતાવ્યો સમય તેં, વિતાવવો કેટલો, તારે હાથ છે એ તો રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)